મનોવિજ્ઞાન ભવનમાં ત્રિવિધ કાર્યક્રમ; અધિવેશન, વ્યાખ્યાન અને અભિવાદન યોજાયો.
“મનોવિજ્ઞાન વગર આજનું જીવન અશક્ય” - ઉપકુલપતિશ્રી ડૉ. વિજય દેશાણી
“મનોવિજ્ઞાન અને વિજ્ઞાનને જોડવાનો પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરશે. દરેક સાયન્સના ભાવનો અને કોલેજોમાં મનોવિજ્ઞાનના વ્યાખ્યાનો યોજાશે, વિજ્ઞાન પ્રવાહમાં અમે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીશું.” – ડિનશ્રી વિજ્ઞાન ફેકલ્ટી ડૉ.મેહુલ રૂપાણી
“ આજે ટ્વેન્ટી ટ્વેન્ટીના યુગની જેમ મનોવિજ્ઞાન ભવન સરાસરી માનવ ઉપયોગી પ્રોગ્રામ કરે છે.”
“રવિવારના દિવસે પણ ત્રિવેણી સંગમ પ્રોગ્રામ કરીને આટલી સંખ્યામાં જૂના અને હાલના વિધ્યાર્થીઓને ભેગા કરવામા જ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરેલ છે તે દેખાઈ આવે છે”
-સિનિયર સિન્ડિકેટ ડૉ.ભાવિનભાઇ કોઠારી
“સોસિયલ મીડિયાના ફાયદાઓ કરતાં ગેરફાયદાઓ વધતાં જાય છે. મીડિયા એડિક્શનને રોકવા માટે મનોવિજ્ઞાન જ સહારો બની શકે.” - ડૉ. વિજય નાગેચા (મનોચિકિત્સક)
આજે મનોવજ્ઞાન ભવન દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. એલ્યુમની એસોશીએશનનું અધિવેશન, HOPE અંતર્ગત જાણીતા મનોચિકિત્સક ડૉ.વિજય નાગેચા સાહેબનું વ્યાખ્યાન અને મનોવિજ્ઞાન ભવનના ક્લાર્ક શ્રીમાન ઘનશ્યામસિહ જાડેજાની બઢતી સાથે બદલી થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું. 2005માં તત્કાલીન રાજ્યસભાના સાંસદ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને તત્કાલીન કુલપતિશ્રી ડૉ.કમલેશ જોષીપુરાની અધ્યક્ષતામાં “સાયકોલોજી એલ્યુમની એસોશીએશનની સ્થાપના કરવામાં આવેલ હતી, તે એસોશીએશન ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં હતું તેને ફરી આજે 21/07/2019ને રવિવારના રોજ ગુજરાતી ભવનના સેમિનાર હોલમાં અધિવેશન કરીને પુનઃ કાર્યરત કરવામાં આવેલ. સાયકોલોજી એલ્યુમની એસોશીએશનના સર્વે વિધ્યાર્થીઓ ગર્વાન્તિતથયા કે અમારા આ સંગઠનના સ્થાપક હાલમાં મુખ્યમંત્રી છે. એલ્યુમની એસોશીએશનના નવા હોદ્દેદારોની વરણી કરેલ જેમાં પ્રમુખ ડૉ. મયુર ભમ્મર (રાણાવાવ સરકારી આર્ટ્સ કોલેજના અધ્યાપક), ઉપપ્રમુખ મિત્સુ જોશી (બાળ સુરક્ષા અધિકારી, રાજકોટ), મંત્રી તરીકે ડૉ. રાજૂ રાણા(સરકારી કોલેજ, જાફરાબાદ) અને સહમંત્રી તરીકે ડૉ. ક્રિષ્નરાજસિહ ઝાલા (સરકારી કોલેજ, ગાંધીનગર)ની વરણી કરવામાં આવેલ. 10 વર્ષ પછી ભવનમાં આવનાર આ સિનિયર વિધ્યાર્થીઓ ભાવવિભોર હતા.
HOPE અંતર્ગત સોસિયલ મીડિયા પ્રત્યેનું એડિક્શન વિષે જાણીતા મનોચિકિત્સક ડૉ. વિજય નાગેચા સાહેબે તેમની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અનિવાર્ય વિચાર જ ક્રિયા જન્માવે છે અને વ્યક્તિ કારણ વગરનો વ્યર્થ સર્ચ કરેલો થઈ ગયો છે. વિચારને નિયંત્રિત કરવામાં મનોવિજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાઈ નથી તેમ ડૉ. નાગેચા સાહેબે જણાવેલ. મનોવિજ્ઞાન ભવનની સ્થાપનાકાળથી આજ દિવસ સુધી ક્લાર્કની ફરજ બજાવતા ઘનશ્યામસિહ જાડેજાને બઢતી મળતા ભવનના તમામ લોકોએ તેમને શાલ, સ્મૃતિ ચિન્હ, અને સાન્માન પત્ર આપીને તેમને સન્માનિત કર્યા. બિન-શૈક્ષણિક કર્મચારીનું આવું મોટું સન્માન થાય તે બદલ ઘનશ્યામસિહ જાડેજા ભાવ-વિભોર થઈ ગયા હતા. ભવનના વિધ્યાર્થીઓએ પણ પોતાના માનીતા ક્લાર્કને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કર્યા હતા.
આ ત્રિવિધ કાર્યક્રમ ઉપ-કુલપતિશ્રી વિજયભાઈ દેશાણીના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં HOPEના કો-ઓર્ડિનેટર અને સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણી, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. નિદત્તભાઈ બારોટ, ડિનશ્રી શિક્ષણ શાખા, ડૉ. હરદેવસિહ જાડેજા, ડૉ. ભારત કટારીયા, ડૉ. ભરત ખેર, ડૉ. નિકેશ શાહ, ડૉ. રેખાબા જાડેજા, ડૉ. શ્રધ્ધા બારોટ, ડૉ. અશ્વિન સોલંકી, ડૉ. પિયુષ સોલંકી, ડૉ. જીતેશ સાંખટ, ડૉ. ડી.જે.ભટ્ટ, ડૉ. અશ્વિની જોશી, પ્રકાશ દૂધરેજિયા, રાકેશ ચાચિયા, ડૉ. હસમુખ ચાવડા, ડૉ. રેવતી દૂધાતરા, ડૉ.ભરત ભટ્ટ, ડૉ. મનીષ શુક્લ, ડૉ. અલ્પેશ કોતર, ડૉ. ડીમ્પલ રામાણી ભવનના અધ્યક્ષના આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન ભવનની પ્રાધ્યાપિકા ડૉ. ધારા દોશીએ કરેલ.